Tuesday, October 06, 2009

અથાક પ્રયાસો કર્યા

દુનિયા ના સ્મિત પર છે રંગો ની ભરમાર,
તાર્લાઓ ચમકી ઉઠ્યા ને ધર્તી જીવન-ભાર.
અથાક પ્રયાસો કર્યા તોય જળ્યે ન જળ્યો,
એક પણ ખુણો વિના ઉમંગ અપાર.

દરેક નવી પળે નવા જીવન નો હાહાકાર,
વેદનાઓ સમેટીયે તો બને ચિત્રહાર.
અથાક પ્રયાસો કર્યા તોય જળ્યે ન જળી,
એક પણ પળ વિના કોઇ સાર.

ચોક્કસ લાગે છે છુપાઈ છે ક્યાંક,
ઇશ્વર ના બદ્લે માયાઓ હજાર.

-હર્ષલ પંડયા.

No comments: